રાજ્યમાં મોટાપાયે ટેસ્ટીંગ તેમજ ધનવંતરી રથની મદદથી રિકવરી રેટ 76 ટકાને પાર
Live TV
-
રાજ્યમાં મૃત્યુદર 7.8થી ઘટીને 2.1 ટકા, કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે દવા, વેન્ટિલેટર સહિતની તમામ સગવડો ઉપલબ્ધ: CM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી બેઠક યોજીને કોરોના મુદ્દે સમીક્ષા કરી હતી. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે પણ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ વર્ચ્યુઅલ બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ મહિનામાં રાજ્ય સરકાર અને કોરોના વોરિયર્સે સંપૂર્ણ તાકાતથી કોરોના મહામારી સામે સંઘર્ષ કર્યો છે. રાજ્યનો રિકવરી રેટ 76 ટકાથી વધુ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ટેસ્ટીંગ માટે રાજ્યમાં 59 લેબ કાર્યરત છે. હોસ્પિટલ્સમાં ૪૭ હજાર કોવિડ બેડ અને ર હજાર ૩૦૦ વેન્ટીલેટર્સ પણ ઉપલબ્ધ છે. તો એક મહિનામાં ધનવંતરી રથની મદદથી 52 લાખ લોકોની ઘર આંગણે આરોગ્ય તપાસ થઇ હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કોરોનાથી થતાં મૃત્યુદરને પણ ૭.૮ ટકાથી ઘટાડીને ર.૧ ટકા પર લાવવામાં આરોગ્ય તંત્રને મહત્વની સફળતા મળી છે.
