Skip to main content
Settings Settings for Dark

બનાસકાંઠા: ફૂડ વિભાગે દરોડા પાડી 28 લાખની કિંમતનો 10 હજાર કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો

Live TV

X
  • બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેની પેઢીઓમાંથી ખાદ્ય પદાથોમાાં ભેળસેળ કરીને નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતી હોવાની બાતમીના આધારે ખોરાક અને ઔષધિ નિયમનતંત્રની બનાસકાંઠા ટીમ દ્વારા ત્રણ પેઢી ખાતે રેડ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન  ત્રણેય પેઢીમાંથી આશરે 28 લાખ કિંમતનો આશરે કુલ 10638.4 KG જેટલો શંકાસ્પદ ખાદ્યપદાર્થોનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

    બનાસકાંઠાના ડીસા ખાતે મે. તાસ્વી માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડકટમાં તપાસ કરતા શંકાસ્પદ ઘીનો જથ્થો મળ્યો હતો. પેઢીમાાંથી ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -2006 કાયદા હેઠળ પૃથ્થકરણ માટે પરિવાર કાઉ પ્યોર ઘીના જુદા-જુદા પેકિંગના કુલ પાંચ નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જ્યારે બાકીના આશરે 14 લાખની કિંમતનો 2529 કિગ્રા શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. 

    આ ઉપરાાંત ડીસા ખાતે મે. શ્રી વેદાન્ત ફુડ પ્રોડકટ નામની પેઢીમાં તપાસ કરતા શંકાસ્પદ ઘી નો જથ્થો મળી આવ્યો હતો. પેઢીમાાંથી ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડડય એક્ટ -2006 કાયદા હેઠળ પૃથ્થકરણ માટે શ્રી વેદાત કાઉ ઘી 15 કિગ્રા અને 200 મિલિ પેકના જુદા-જુદા પેકિંગના કુલ નમૂના લેવામાં આવ્યા હતા. બાકીનો આશરે રૂ. 646920ની કિંમતનો આશરે 2154.4 કિગ્રાનો શંકાસ્પદ ઘી જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply