'રમત ગુજરાત, જીતશે ગુજરાત...' ખેલ મહાકુંભ 2.0માં આ વર્ષે રેકોર્ડ બ્રેક રજીસ્ટ્રેશન 66 લાખ સુધી પહોંચ્યું
Live TV
-
આજે ગુજરાતના ખેલાડીઓએ રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યનું નામ રોશન કર્યું છે. એક સમય એવો હતો જ્યારે ગુજરાતીઓની ઓળખ વ્યાપારી તરીકેની હતી. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાજ્યમાં વર્ષ-2010માં ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી. તેનો મુખ્ય આશય યુવાનોમાં રમતગમત પ્રત્યે વધુ જાગૃતિ આવે, શારિરીક તદુંરસ્તી જળવાઈ રહે અને ગુજરાતમાં રમતગમતની સંસ્કૃતિનો વિકાસ થાય તે હેતુથી ખેલ મહાકુંભનું ગ્રામ્યકક્ષાથી રાજ્યકક્ષા સુધીની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
ખેલમહાકુંભ માત્ર ખેલ પ્રતિભાશોધ માટે નહી પરંતુ સમગ્ર ગુજરાતના રમતના વિકાસનો આધાર સ્થંભ બની ગયો છે. ગુજરાતમાં વર્ષ -2010માં યોજાયેલ ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે ૧૬.૫૦ લાખ જેટલા રમતવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જે ગત વર્ષ 2023-24માં વધીને ખેલ મહાકુંભ 2.0માં રેકોર્ડ બ્રેક 66લાખથી વધુ પહોચ્યું છે.
ગુજરાતમાં આજે છેલ્લા બે દાયકામાં ખેલકૂદ ક્ષેત્રે ગુજરાતના યુવાનો આગળ આવ્યા છે અને તેમની ક્ષમતામાં વધારો થયો છે. તેનો શ્રેય ગુજરાત સરકારના અથાક પ્રયાસોને જાય છે. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દૂરંદેશી નેતૃત્વ હેઠળ ખેલ મહાકુંભ, શક્તિદૂત યોજના, DLSS જેવી અનેક નવી પહેલો, કાર્યક્રમો અને નીતિઓ શરુ કરવામાં આવી હતી જેના હેઠળ એથ્લિટ્સને યોગ્ય તાલીમ, નાણાકીય સહાય અને માન્યતા પ્રદાન કરવામાં આવે છે. વર્ષ 2002 પહેલાં ગુજરાતનું સ્પોર્ટ્સ બજેટ માત્ર રૂ.2.5 કરોડ હતું, જે આજે 141 ગણું વધીને રૂ. 352 કરોડથી વધુનું થયું છે.ખેલમહાકુંભનો મુખ્ય ઉદ્દેશ રાજ્યમાં ખેલકૂદનું વાતાવરણ ઊભું થાય, રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં રહેતા પ્રતિભાશાળી ખેલાડીઓની ખોજ થાય તેમજ ખેલકૂદના માધ્યમથી સ્વાસ્થ્ય અંગેની બાળકોમાં વધુ જાગૃતિ આવે તે છે. પ્રધાનમંત્રી મોદી રમત ગમત અંગે ખેલ મહાકુંભના મુખ્ય ઉદ્દેશને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતના ખૂણે ખૂણે અંતરિયાળ વિસ્તાર સુધી પહોચાડી છે જેના પરિણામ સ્વરૂપે વર્ષ 2023-24માં ખેલ મહાકુંભ2.0માં રેકોર્ડ બ્રેક 66 લાખથી વધુ ગુજરાતના રમતવીરોએ ઉત્સાહપૂર્વક રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
ખેલમહાકુંભ અંતર્ગત ગ્રામ્ય -તાલુકા- જિલ્લા- મહાનગરપાલિકા કક્ષા અને રાજ્યકક્ષાની રમતોમાં વિજેતા થયેલ તેમજ પ્રતિભાશાળી ખેલાડીઓ માટે સમર કોચિંગ કેમ્પનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવે છે. જેમાં વિનામૂલ્યે રમતને લગતુ પ્રશિક્ષણ ઉપરાંત કેમ્પ દરમ્યાન નિવાસ, પ્રવાસ અને ભોજન આપવામાં આવે છે. ખેલ મહાકુંભનાં માધ્યમથી ગુજરાતી રમતવીરો ઈલાવેનીલ વાલરીવનએ શુટિંગ, તસ્મિન મીરએ બેડમિન્ટન, સરિતા ગાયકવાડએ એથલેટીક્સ, કુ. માના પટેલએ સ્વીમીંગ, મુરલી ગાવિતએ એથલેટીક્સ, અજીત કુમારે એથલેટીક્સ, કુ. ઝીલ દેસાઈએ ટેનીસ, મોક્ષ દોશીએ ચેસ, અનિકેત પટેલ સોફ્ટ ટેનીસ, દ્વીપ શાહ સ્કેટિંગ, કલ્યાણી સક્સેના સ્વીમીંગ, વિશ્વા વાસણવાલા ચેસ, કુ. સનોફર પઠાણ કુસ્તી, કુ. વૈદેહી ચૌધરી ટેનીસ તેમજ શ્રી માધવીન કામથ ટેનિસ રમતમાં મેડલો મેળવી ગુજરાત તથા દેશનું નામ આજે આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે.
