Skip to main content
Settings Settings for Dark

સુરતમાં દિવાળીને લઈને એસટી નિગમની ખાસ વ્યવસ્થા, 26 ઑક્ટોબરથી દોડશે વધારાની 2 હજારથી વધુ બસો

Live TV

X
  • ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આગામી દિવાળીના તહેવારો નિમિત્તે એક્સ્ટ્રા સંચાલન કરાયું છે. જેમાં SD નિગમ દ્વારા દૈનિક 8થી વધુ બસોના કાફલાથી 33 લાખ કિલોમીટરનું સંચાલન કરી 25 લાખથી વધુ મુસાફરોને સુવીધા મળી રહી છે. તો સુરત વિભાગ દ્વારા 26 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર તરફના રત્નકલાકારો, પંચમહાલ તરફના મુસાફરો, ઉત્તર ગુજરાતના મુસાફરો તથા મહારાષ્ટ્ર તરફના મુસાફરો માટે સુરત ખાતેથી વધારાની 2 હજાર 200 બસોની વ્યવસ્થા કરાઈ છે. ગત માસ કરતાં હાલમાં થઈ રહેલ દૈનિક એડવાન્સ બુકિંગમાં 18 ટકાનો વધારો થવા પામેલ છે. અત્યાર સુધીમાં સુરત ખાતેથી 194 બસોનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે.

    બીજી તરફ, દિવાળીના તહેવારોને લઈને સજ્જ છે. મુસાફરોને સુવિધા માટે બસની  8340 ટ્રીપોનું એક્સ્ટ્રા સંચાલન કરશે. એસટી નિગમની ઓનલાઈન અને કરંટ બુકિંગ કરી શકશે. દિવાળીના તહેવારને લઈ લોકો પોતાના વતન જવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે. એડવાન્સ બુકિંગના કારણે ટ્રેન અને બસમાં ફુલ બુકિંગ થઈ જાય છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન પર લોકોની ભારે ભીડ જોવા મળે છે.

    તહેવારો નિમિત્તે ખાનગી બસના ભાડેમાં બે ગણો વધારો થઈ જતો હોય છે. ત્યારે પ્રવાસીઓને સારી સુવિધા મળી રહે તે માટે એસટી નિગમ દ્વારા દિવાળીની તહેવારને લઈ વધારાની બસો દોડાવશે. સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર એસટી નિગમ દ્વારા રોજના 8 હજારથી વધુ બસોના કાફલા સાથે 33 લાખ કિલોમીટરનું સંચાલન કરી 25 લાખથી વધુ મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થળ સુધી પહોંચાડે છે. તેમજ તહેવારો તેમજ ધાર્મિક મેળાઓમાં વધારાની એસટી બસ દોડાવી વિશેષ સુવિધા પૂરી પાડે છે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જુનાગઢ, રાજકોટ, જિલ્લામાંથી મોટી સંખ્યામાં સુરતમાં વ્યવસાય અર્થે સ્થાયી થયેલા છે. જેઓ દિવાળીના તહેવારોમાં પોતાના વતન જતા હોય છે. જેને લઈ એસટી નિગમ દ્વારા પણ સુરતથી ખાસ એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply