Skip to main content
Settings Settings for Dark

બનાસ ડેરીની સાડા 5 લાખ પશુપાલક સભાસદને 1132 કરોડનો ભાવફેર ચૂકવવાની જાહેરાત

Live TV

X
  • પાલનપુર ખાતે બનાસ ડેરીની વાર્ષિક સાધારણ સભા આજે યોજાઈ ગઈ, જેમાં પ્રમુખ શંકરભાઇ ચૌધરી સાડા પાંચ લાખ પશુપાલક સભાસદને 1132 કરોડનો ભાવફેર ચુકવવાની જાહેરાત કરી હતી. 
    વર્ચુયલ માધ્યમથી યોજાયેલી આ વાર્ષિક સભામાં ઓનલાઈન જોડાયેલી ગામેગામની દૂધ મંડળીની કચેરીમાં આ જાહેરાતથી આનંદ વ્યાપી ગયો હતો. દૂધ ઉત્પાદક સભાસદના આકસ્મિક મૃત્યુ બાદ તેના આશ્રિત પરિવારને એક લાખની રકમ મળે તેવો વીમો આપવાની જાહેરાત કરતાં  ચૌધરીએ જણાવ્યુ હતું કે સભાસાદની વિમા પોલિસીનું પ્રીમિયમ બનાસ ડેરી ચૂકવશે. 

    સૂર્ય ઉર્જા ઉત્પાદક સહકારી મંડળી ખોલીને દૂધ ઉત્પાદકોએ વીજ બિલમાં બચત કરવી હશે તો બનાસડેરી તમામ સહાય આપશે તેમ પણ ચૌધરીએ ઉમેર્યું હતું. સૌથી વધુ દૂધ ઉત્પાદન મેળવનાર 98 બહેનોને “ શ્રેષ્ઠ બનાસ લક્ષ્મી “ એવોર્ડ પણ આ પ્રસંગે અર્પણ કરવામાં આવ્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply