Skip to main content
Settings Settings for Dark

ઉંઝા APMCમાં સી. આર. પાટીલના હસ્તે ખેડૂતોને પાક સહાયના ચેકનું વિતરણ

Live TV

X
  • મહેસાણા જિલ્લામાં આવેલા ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં આજે APMC દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના હસ્તે ખેડૂતોને સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નર્મદાનું પાણી આ વિસ્તારમાં લાવ્યા હોવાથી ખેડૂતોની પ્રગતિ થઈ છે. આ વિસ્તારના ખેડૂતોને આગામી સમયમાં જમીનની સારી ઉપજથી અકલ્પનીય લાભ થશે. 
    આ ઉપરાંત તેમણે પોતાને પણ ખેડૂત ગણાવી જણાવ્યું હતું કે, દૂધમાં ક્રાન્તિના કારણે આ વિસ્તાર પગભર થયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, મહેન્દ્ર પટેલ, મહામંત્રી રજની પટેલ, ધારાસભ્ય આશા પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
     
    આ વિસ્તારના ખેડૂતોને આગામી દિવસોમાં સારી ઉપજ થકી અકલ્પનિય લાભ થવાના છે તેથી લોકોને જમીન ના વેચવા માટે આગ્રહ કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply