બાઇક ચોરી કરતી ગેંગનો પર્દાફાશ : 21 બાઇક સાથે 3 દબોચાયા
Live TV
-
રાજ્યમાં બાઇક ચોરીની ઘટનાને અંજામ આપતી ગેંગનો પર્દાફાશ કર્યો છે, નવસારી LCB પોલિસએ બાઇક ચોરી કરતી ગેંગને ઝડપી 5.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે
રાજ્ય સહિત પરપ્રાંતમાં બાઇક ચોરીની ઘટનાને અંજામ આપનાર શખ્સની નવસારી એલસીબી પોલિસએ ધરપકડ કરી છે. LCBએ બાઇક ચોરી કરતી એક ગેંગના 3 શખ્સને ઝડપી પાડ્યા છે, જે પૈકી 2 નાબાલિક હોવાનું સામે આવ્યું છે. પોલિસએ ચોરીની કુલ 21 બાઇક સહિત કુલ 5.27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. લૂંટારૂઓની મધ્યપ્રદેશ ગેંગના અન્ય 6 શખ્સને પોલિસે વૉન્ટેડ જાહેર કર્યા છે.
પોલિસે આ તમામ આરોપીઓને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે, પોલિસ પૂછપરછમાં અન્ય ગુન્હાઓ ઉકેલાવાની પણ શક્યતાઓ સેવાઇ રહી છે.