ઇડર ગઢનું અસ્તિત્વ ટકાવી રાખવા 12 કિ.મિ. ગઢની પરિક્રમા યોજાઈ
Live TV
-
ખનન પ્રવૃતિને લઈને ગઢનું અસ્તિત્વ ટકાવવા માટે કરશે ઇડરના લોકો આંદોલન.
ગુજરાત રાજ્યનો ઐતિહાસિક ધરોહર ઇડરિયો ગઢ કે જેને કોઈ જીતી શક્યું ના હતું. લગ્ન પ્રસંગે ગવાતું ગીત "અમે ઇડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો, અમે લાખેની લાડી લાયા રે આનંદ ભયો," આ ઇડર ગઢને ખનન માફિયાઓની નજર લાગી ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી સરકાર દ્વારા આડે ધડ માઇનસોની મંજૂરી આપવામાં આવી છે. જેને લઇ દિવસ રાત ડુંગરો તૂટી રહ્યા છે. રોજેરોજ હજારો ટન પથ્થરો વેચાઈ રહ્યા છે. જેને લઇ ઐતિહાસિક વારસો એવા ગઢને જોખમ ઉભું થયું છે. જેને લઈ ઇડર ગઢ બચાવો સમિતિ દ્વારા અનેક રજૂઆતો કારવામા આવી હતી. સમાજના આગેવાનોએ આવેદનપત્ર પણ આપ્યું. ઇડર શહેર સજ્જડ બંધ રખાયું હતું. સરકારના પેટમાં પાણી નહિ હલતા 20 દિવસ સુધી ઇડરના નાગરિકો પ્રતીક ઉપવાસ પાર બેસયા હતા. ત્યાર બાદ ઇડર ગઢ સમિતિ તેમજ અન્ય સમાજના આગેવાનો દ્વાર ઇડર ગઢની પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા સવારે ગઢની આરતી કરી સાધુ સંતોએ આગેવાનોની હાજરીમાં પરિક્રમા શરૂ કરી હતી. જેમો ખૂબ મોતી સંખ્યામાં ઇડર વાસીઓ જોડાયા હતા. ઈડર ગઢ ફરતે 12 કિમિ જેટલી પદયાત્રા કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.