જામનગર મનપાએ વેરાના બિલમાં કરેલા તોતિંગ અંગે ઉધોગકારો બન્યા ઉગ્ર
Live TV
-
જામનગરમાં જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશન દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે જામનગર મહાનગર પાલિકા સાથેનાં એમઓયુ અને વ્યવસાય વેરો ભરવા અંગેની માહિતી પૂરી પાડી હતી.
જામનગરનાં જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશન દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમને પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે જીઆઇડીસી ફેસ ૨ અને ૩ માં કોઈપણ જાતની માપણી કે આકારણી કર્યા વિના સમગ્ર વિસ્તારના ઉદ્યોગકારો ને ૨૦૧૩ થી ૨૦૧૭ એમ પાંચ વર્ષના મિલકત વેરાના તોતિંગ બીલ પાઠવવામાં આવ્યા હતા. જેનાથી ઉદ્યોગકારોમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. આ અંગે ચર્ચા કરી ન્યાય મેળવવા કાયદાકીય રાહે આગળ વધવા તેમજ જરૂર જણાય ત્યાં ગાંધી ચિંધ્યા માર્ગે મક્કમતા થી આગળ વધવા નક્કી કરવામાં આવ્યું હતું.