અંબાજી પંથકમાં એકા-એક વાતાવરણમાં પલટો
Live TV
-
ગરમીનો પારો પહોચ્યો 39 ડિગ્રી પર, કમોસમી વરસાદ પડતા પાકોને થશે નુકશાન.
યાત્રાધામ અંબાજી પંથકમાં વાતાવરણ માં એકા એક પલટો જોવા મળ્યો છે. દિવસ ભરની અસહય ગરમીના ઉકળાટ બાદ બપો નાં સમયે વાતાવરણમાં પલટો આવતાં સમગ્ર વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. જોકે કાળા અને વરસાદી વાદળો હોવા છતાં ગરમીનું પ્રમાણ યથાવત જોવા મળ્યુ હતુ. ગરમીનો પારો બપોર બાદ પણ 39 ડિગ્રી નોંધાયુ છે. જોકે બપોર બાદ વાદળછાયાં વાતાવરણનાં પગલેં મોડી રાત્રે વરસાદી માહોલ સર્જાય તેવાં એંધાણ જોવા મળી રહ્યા છે. જોકે હાલ કમૌશમી વરસાદ પડે તો ખેતરો માં પડેલાં ઘઉં નો પાક બગડે તેવી ભીતી પણ સેંવાઇ રહી છે.