વીજ સબ સ્ટેશનમાં ફસાયેલો દિપડો છેવટે પાંજરામાં પુરાયો
Live TV
-
વન વિભાગ દ્રારા દિપડાને સાસણ ગીર એનીમલ કેર સેન્ટર ખાતે મોકલવામાં આવશે.
ગીર સોમનાથ જિલ્લાના ટીંબડી ગામે આવેલ 220 કે.વી સબ સ્ટેશનના દીપડો પાંજરે પુરાયો હતો. પરંતું નવાઈની વાત તો એ છે કે જેસી કારની લાલચમાં દીપડો પાંજરે પૂરાયો હતો. દીપડાએ કોઈપણ જાતની હાનિ પહોંચાડી નહિ. વનવિભાગની ટીમને જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી હતી. દીપડાને સાસણ ગીર એનીમલ કેર સેન્ટર ખાતે મોકલવાની તજવીજ હાથ ધરાઇ છે. નોંધનીય છેકે ટીંબડી ગામે આવેલ આ 220 કે.વી સબ ટેશન અંદાજે ચારથી પાંચ પીપળાનો પરિવાર ઘણા સમયથી વસવાટ કરે છે જેના પગલે સપ્ટે.માં કામ કરતાં અધિકારીઓ અને કર્મચારીઓ ભયના ઓથાર તળે ફરજ બજાવે છે તો બીજીતરફ ૨૨૦ કે.વી.ની સતત વીજ પ્રવાહવાળા આ સપ્તાહમાં વન્યપ્રાણી દીપડાઓના વસવાટથી દીપડાઓના જ જીવ પર પણ જોખમ સર્જાયું છે જો કે વનવિભાગની ટીમ દ્વારા સ્ટેશનમાંથી દીપડાઓને સહી-સલામત બહાર લાવવા માટે છેલ્લા કેટલાય સમયથી કવાયત હાથ ધરાય છે.