બીટકોઇન ખંડણીમાં અમરેલીના એલસીબીના હેડક્વાર્ટરમાં તપાસ
Live TV
-
સુરતના શૈલેષ ભટ્ટની ફરિયાદના આધારે આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું.
બીટકોઈન મામલે અમદાવાદ, ભાવનગર અને ગાંધીનગરની CID ટીમોએ ગઈકાલે અમરેલીમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. CIDની ટીમોએ અમરેલીની લોકલ ક્રાઇમ બ્રાંચની કચેરી , અને ત્યાં ફરજ બજાવતા કર્મચારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. CBIની તપાસમાં બીટકોઇન મામલે પોલીસ વિરૂદ્ધ પુરાવા મળ્યા બાદ, એક પોલીસ ઇન્સ્પેક્ટર અને 9 કર્મચારીઓ વિરૂદ્ધ ગુના નોંધવામાં આવ્યા છે. આ મામલામાં 32 કરોડની માંગણી કરવામાં આવી હતી. સમગ્ર કેસની તપાસ માટે STIની રચના કરવામાં આવી છે. અમરેલી LCBના બે પોલીસકર્મીઓની અટકાયત પણ કરવામાં આવી છે. તેમની પાસેથી મોબાઇલ અને કારમાં તેમને લઇ ગયાના પુરાવા મળ્યા છે. સુરતના શૈલેષ ભટ્ટની ફરિયાદના આધારે આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.