પદયાત્રીઓ માટે તૈયાર થશે પગદંડી, પાલીતાણાથી વલભીપુર વચ્ચે પાયલોટ પ્રોજેક્ટ
Live TV
-
પદયાત્રા કરી ધાર્મિક સ્થળે જતા શ્રદ્ધાળુઓની સલામતી માટે રાજ્ય સરકાર પગદંડી બનાવવાનો નિર્ણય કર્યો છે, આ માટે પાયલોટ પાલીતાણાથી વલભીપુર વચ્ચે શરૂ થશે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ રાજ્યના વિવિધ ધર્મોના યાત્રાધામો ની પગપાળા યાત્રાએ જતા પદયાત્રીઓની સલામતી માટે પગદંડીનું નિર્માણ કરવાની નેમ વ્યકત કરી છે. તેમણે કહ્યું કે, આ પગદંડીનો પાયલોટ પ્રોજેક્ટ 250 કરોડના ખર્ચે પાલીતાણા થી વલભીપુરનો હાથ ધર્યો છે તે આ વર્ષે પૂર્ણ કરાશે. રાજ્ય સરકાર સર્વ ધર્મ સમભાવ અને જસ્ટિસ ટુ ઓલ અપીઝમેન્ટ ટુ નન માટે પ્રતિબદ્ધ છે એમ તેમણે અમદાવાદમાં જીઓ જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનના લોન્ચિંગ અવસરે જણાવ્યું હતું.
CM વિજય રૂપાણીએ ઉમેર્યું છે કે, આજે સમાજ ને તોડવાની એકતા તોડવા ની પ્રવૃત્તિઓ થઇ રહી છે તેનાથી દૂર રહી સૌને સાથે લઇ સૌ ના સાથ સૌના વિકાસ ને સાકાર કરીએ. દરેક સમાજના સંગઠનનો ઉપયોગ છેવાડાના માનવી અને જરૂરતમંદ લોકોના ઉતકર્ષ માટે થાય તેવી હ્રદયસ્પર્શી અપીલ તેમણે કરી છે.