બાર્ક રેટિંગમાં ડીડી ગિરનાર અવ્વલ, દર્શકોનો આભાર માને છે ડીડી ગિરનાર
Live TV
-
દૂરદર્શનનું ન્યૂઝ વિભાગ દર્શકો માટે હવે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ સમાચાર પહોંચાડી રહ્યું છે, જેને દર્શકોએ પોતાની સૌથી પસંદગીની ચેનલ બનાવતા ડીડી ન્યૂઝ ગુજરાતી દર્શકોનો આભારી છે.
બાર્ક રેટિંગમાં દૂરદર્શન ગિરનાર દર્શકોની સૌથી વધુ પસંદ બની હોવાના આંકડા સામે આવ્યા છે. 13માં સપ્તાહ એટલે કે, તારીખ 24 થી 30 માર્ચ 2018ના બાર્ક એટલે કે, બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રીસર્ચ કાઉન્સિલ ઇન્ડિયાએ રેટિંગ આંકડા બહાર પાડ્યા છે, જેમાં ડીડી ગિરનાર ચેનલને ચોથું સ્થાન મળ્યું છે.
ડીડી ગિરનાર પર પ્રસારિત થતાં સમાચારને દર્શકોએ સૌથી વધુ પસંદ કર્યા છે. જેમાં 11 વાગ્યના સમાચાર, 4 વાગ્યાના સમાચાર, 7 વાગ્યે પ્રસારિત સમાચાર ઇવનિંગ ન્યૂઝ અને 8.30 કલાકે પ્રસારિત થતું ઇવનિંગ ન્યૂઝ સૌથી વધુ લોકોએ નિહાળ્યું છે.
માત્ર સમાચાર, સંપૂર્ણ સમાચારની ટેગ લાઇનથી વિશ્વના ખૂણે-ખૂણે સમાચાર પહોંચાડવા માટે હવે સોશિયલ મીડિયા પણ ખાસ એક્ટિવ કરાયું છે. ડીડી ગિરનારના સમાચાર વિભાગ દ્વારા ખાસ વેબસાઇટ www.ddnewsgujarati.com શરૂ કરાઇ છે. આ સાથે જ ફેસબુક, ટ્વીટર અને યુટ્યુબ પર તમામ અડેટ્સ મેળવવા માટે @DDNewsGujarati પણ સતત એક્ટિવ છે.
ડીડી ગિરનાર એ તમામ સમાચાર લોકો સુધી પહોંચાડે છે, જે તમારા ગામના કે શહેરના હોય. ડીડી ગિરનાર તમામ દર્શકોનો આભાર માને છે.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક