Skip to main content
Settings Settings for Dark

બાળકોના જીવન ઘડતરમાં સંસ્કાર અને સુરક્ષાનું સિંચનએ આપણી સામૂહિક જવાબદારી: મંત્રી કુંવરજી બાવળીયા

Live TV

X
  • ગાંધીનગર: ગાંધીનગર ખાતે ‘બાળ અધિકારો: પ્રશ્નો અને પડકારો’વિષય પર એક દિવસીય રાજ્યસ્તરીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

    આ કાર્યક્રમમાં શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળીયાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, જેવી રીતે કુંભાર માટીના પિંડને ઘાટ આપી સુંદર પાત્ર બનાવે છે, તેવી જ રીતે બાળકોના જીવન ઘડતરમાં સંસ્કાર અને સુરક્ષા આપવી એ આપણા સૌની જવાબદારી છે.ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ અને ગાંધીનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ફોરેસ્ટ ટ્રેનિંગ સેન્ટર ખાતે આ ટ્રેનિંગનું આયોજન થયું હતું. મંત્રીએ બાંધકામ સાઇટ પર રહેતા શ્રમિકોના બાળકોના શિક્ષણ અને સ્વાસ્થ્ય પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે 'શ્રમ સેતુ પોર્ટલ' અને 'શ્રમિક સહાયક કોલ સેન્ટર' દ્વારા આ બાળકોને ઝડપી ન્યાય મળી રહ્યો છે.સામાજિક બદીઓ સામે લડત: બાળ લગ્ન અને બાળ મજૂરી જેવી બદીઓને નાબૂદ કરવા જનજાગૃતિ લાવવા આહવાન કરવામાં આવ્યું હતું.આયોગના ચેરપર્સન ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું કે આયોગ માત્ર ફરિયાદો પૂરતું સીમિત નથી, પરંતુ છેવાડાના બાળકો સુધી સરકારી યોજનાઓ પહોંચાડવા સતત મોનિટરિંગ કરી રહ્યું છે.આ પ્રસંગે અમદાવાદની દીકરી કુ. માહી ભટ્ટનું મહાનુભાવો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, કમિશનર જે. એન. વાઘેલા સહિત વિવિધ NGOs અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
apply