બિટકોઇન તોડકાંડ : પૂર્વ ધારાસભ્ય 10 દિવસથી ભૂગર્ભમાં
Live TV
-
બાર કરોડના બીટ કોઇન કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમ પુછપરછ માટે જેને શોધી રહી છે તે ધારીના પૂર્વ ધારાસભ્ય કોટડીયા દસેક દિવસથી ભુગર્ભમાં છે
બાર કરોડના બીટ કોઇન કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમ પુછપરછ માટે જેને શોધી રહી છે તે ધારીના પૂર્વ ધારાસભ્ય કોટડીયા દસેક દિવસથી ભુગર્ભમાં છે અને મોબાઇલ બંધ છે. છતાં તેઓ ધારીમાં હોવાનો દાવો કરતા રહે છે. આજે પણ તેમનો મોબાઇલ બંધ હતો પરંતુ એક અખબારી યાદી પ્રસિધ્ધ કરી તેમણે જણાવ્યુ હતું કે બીટ કોઇન કૌભાંડમાં મને સંડોવી એક મોટુ માથુ મારી હત્યા કે એન્કાઉન્ટર કરાવી શકે છે. કારણ કે ખરેખર તો 240 કરોડના કૌભાંડમાં મોટા માથા ભાગીદાર છે.જેમનો મોબાઇલ ફોન આજે પણ બંધ હતો તે પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયાના નામે મીડીયા સમક્ષ આજે અખબારી યાદી રજુ કરાઇ હતી. જેમાં તેમણે જણાવ્યુ હતું કે પોલીસ 12 કરોડના કૌભાંડમાં રસ દાખવે તે જરૂરી છે પરંતુ 240 કરોડના કૌભાંડમાં કેમ કોઇ તપાસ થતી નથી ? શૈલેષ ભટ્ટે અગાઉ ધવલ ભટ્ટ પાસેથી 240 કરોડના 2300 બીટ કોઇન પડાવી લીધા હતાં જેમાં મોટા માથાઓ ભાગીદાર છે.