બિનઉપયોગી પશુઓની હરાજી નહી, જીવનપર્યન્ત પાંજરાપોળ-ગૌશાળાઓમાં મૂકવામાં આવશે
Live TV
-
જીવદયા પ્રેમીઓ તેમજ સ્વૈચ્છિક સેવા સંગઠનોની રજૂઆતોના પગલે મુખ્યમંત્રીનો નિર્ણય
રાજ્ય સરકાર હસ્તકના ફાર્મસ્થિત બિનઉપયોગી ગાયો-ભેંસો અને ઘેટાં-બકરાં જેવાં પશુઓનો નિકાલ જાહેર હરાજીથી કરવામાં આવતો હતો, પરંતુ જીવદયા પ્રેમીઓ તેમજ સ્વૈચ્છિક સેવા સંગઠનોની રજૂઆતોના પગલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સંવેદનાસભર નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર હવેથી બિનઉપયોગી પશુઓની હરાજી કરવાના બદલે તેમને જીવનપર્યન્ત પાંજરાપોળ-ગૌશાળાઓમાં મૂકવામાં આવશે. મુખ્યમંત્રી રૂપાણીએ આપણી સંસ્કૃતિને અનુરૂપ 'જીવો-જીવવા દો અને જીવાડો'ની ઉદાત્ત ભાવના દર્શાવીને રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગને એક પરિપત્ર દ્વારા બિનઉપયોગી પશુઓના જીવનપર્યન્ત નિભાવવાની સૂચનાઓ આપી હતી
