Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર ખાતે એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો

Live TV

X
  • ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજીત એપ્રેન્ટીસ ભરતી મેળામાં ૭૦૩ અરજીઓ આવી

    ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આજરોજ મુખ્ય મંત્રી એપ્રેન્ટીસ તાલી યોજના અન્વયે એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન બલરામ ભવન, સેકટર-૧૨, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. આ ભરતી મેળાના ગાંધીનગર મહાનગરપાલિકાના મેયરના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ ભરતીમેળામાં કુલ-૭૦૩ અરજીઓ આવી હતી.
    મહાનગરપાલિકા દ્વારા આયોજીત એપ્રેન્ટીસ ભરતી મેળાને ખુલ્લો મુકતાં મહાનગરપાલિકાના મેયર પ્રવિણભાઇ પટેલે જણાવ્યું હતું કે, યુવાનોની સંખ્યા ભારતમાં અન્ય દેશો કરતાં વધુ છે. એવા સંજોગામાં દેશના યુવાનોને તેમનામાં રહેલી આવડત અને કૌશલ્ય આધારિત કામ મળી રહે તો સુંદર દ્રશ્ય સર્જી શકે તેમ છે. આ દિશામાં પહેલ કરીને ગુજરાત સરકારે મુખ્ય મંત્રી એપ્રેન્ટીસ તાલીમ યોજના શરૂ કરી છે. આ યોજના કુશળ સ્કીલ્ડ માનવબળ ઉભું કરવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે, તેવું જણાવી યોજનાની વિશેષ માહિતી આપી હતી.
    આ ભરતી મેળામાં અલગ- અલગ ઔધોગિક કંપનીઓ, હોટેલ, મોલઓએ ઉમેદવારોની પસંદગી કરવા માટે ભાગ લીધો હતો. આ પ્રસંગે આઇ.ટી.આઇ, ગાંધીનગરના પ્રિન્સીપાલ શ્રી ભરતભાઇ નાયકએ પણ પ્રાસંગિક ઉદૂબોધન કર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply