Skip to main content
Settings Settings for Dark

બુલેટ ટ્રેન સહિતના રેલવે કામગીરી અંગે મુખ્યમંત્રીએ રેલમંત્રી સાથે કરી બેઠક

Live TV

X
  • રેલ્વે મંત્રી પીયૂષ ગોયલે હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો અને આ બાબતે રેલ્વેના ઉચ્ચ અધીકારીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી

    મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રીય રેલ્વે મંત્રી પિયુષ ગોયલની મુલાકાત લઈને ગુજરાતને લગતા રેલ્વેના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરી હતી. ખાસ કરીને બુલેટ ટ્રેન ગાંધીનગર રેલ્વે સ્ટેશન તથા અન્ય મહત્વના પ્રશ્નો બાબતે આ સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકમાં રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં મુખ્યમંત્રી રૂપાણીએ મુંબઇ દુરન્તો ટ્રેન રાજકોટ સુધી લંબાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે દિલ્હી-અમદાવાદ રાજધાની ટ્રેનને પણ રાજકોટ સુધી લંબાવવા માટે વિનંતી કરી હતી. જેનો કેન્દ્રીય રેલ્વે મંત્રી પીયૂષ ગોયલે હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો અને આ બાબતે રેલ્વેના ઉચ્ચ અધીકારીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply