Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે સુરતની મુલાકાતે

Live TV

X
  • સરસાણા ખાતે કન્વેન્શન હોલમાં ડોનેટ લાઇફ દ્વારા આયોજિત બ્રેન ડેડ દર્દીઓના અંગદાતા પરિવારના સન્માન સમારોહમાં તેઓ ઉપસ્થિત રહેશે

    રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે સુરતની મુલાકાતે આવવાના છે, અને વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે. સવારે અગિયાર વાગે સરસાણા ખાતે કન્વેન્શન હોલમાં ડોનેટ લાઇફ દ્વારા આયોજિત બ્રેન ડેડ દર્દીઓના અંગદાતા પરિવારના સન્માન સમારોહમાં તેઓ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ બાર વાગે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 49મા પદવીદાન સમારંભમાં ઉપસ્થિત રહેશે. બપોરે સવા ત્રણ વાગે , અડાજણમાં આવેલ સંજીવ કુમાર હોલ ખાતે એસ.આર. કે. નોલેજ ફાઉન્ડેશન દ્વારા આયોજિત , સંતોક બા માનવ રત્ન એવોર્ડ સમારોહમાં તેઓ હાજરી આપશે. બધા કાર્યક્રમોની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને પોલીસ બંદોબસ્ત પણ સારી રીતે કરેલો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply