બૅસ્ટ ઑફ લક : રાજ્યના 17.14 લાખ વિદ્યાર્થીઓ આપશે બૉર્ડની પરીક્ષા
Live TV
-
12 માર્ચથી રાજ્યમાં ધોરણ-10 અને 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષાની શરૂઆત, 28 માર્ચ સુધી ચાલનારી પરીક્ષામાં કુલ 17 લાખ 14 હજાર ઉપરાંત પરીક્ષાર્થિની થશે કસોટી, ગુજરાત માધ્યમિક શિક્ષક બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ થઈ પૂર્ણ.
આવતીકાલ એટલે કે 12 માર્ચથી શરૂ થનારી બૉર્ડની પરીક્ષની GSEB દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. ગુજરાત માધ્યામિક અને ઉચ્ચતર માધ્યામિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને ધોરણ બારની સામાન્ય અને વિજ્ઞાનપ્રવાહની પરીક્ષા શરૂ થઇ રહી છે. આ પરીક્ષા 28 માર્ચે પૂર્ણ થશે, દસમાં ધોરણમાં રાજ્યના 11 લાખ 3 હજાર 674 વિદ્યાર્થી અને ધોરણ બારમાં 4 લાખ 76 હજાર 634 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, તેમજ વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ 34 હજાર 671 વિદ્યાર્થીઓની કસોટી થશે. કુલ 17 લાખ 14 હજાર 979 વિધાર્થીઓ પરીક્ષા આપશે, પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય માટે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્રારા તમામ તૈયારી પૂર્ણ કરી લેવાઈ છે. તમામ પરીક્ષા કેન્દ્ર માટે કુલ 135 ઝોનની વ્યવસ્થા ગોઠવાઈ છે. રાજ્યમાં કુલ 1 હજાર 548 કેન્દ્રો પર પરીક્ષા લેવાશે.
બૉર્ડની પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓને ડીડી ન્યૂઝ ગુજરાતી તરફથી શુભેચ્છા પાઠવે છે.
અંકિત ચૌહાણ, ડિજિટલ ન્યૂઝ રૂમ, ડીડી ન્યૂઝ ગુજરાતી