રાજ્યસભાની ચૂંટણી BJPના ઉમેદવાર ભરશે ઉમેદવારી પત્ર
Live TV
-
ભારતીય જનતા પક્ષની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ રાજ્યસભાના ઉમેદવાર તરીકે ગુજરાતમાંથી મનસુખ માંડવીય અને પુરુષોત્તમ રૂપાલના નામ જાહેર કરવામાં આવ્યા હતા.
આગામી 23 માર્ચના રોજ યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે આવતીકાલે ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા અને પરષોત્મત રૂપાલા ઉમેદવારી પત્ર ભરશે. પરષોત્તમ રૂપાલા સોમવારે સવારે વિધાનસભા ભવન ખાતે સવારે 10.00 વાગ્યે પોતાની ઉમેદવારી નોંધાવશે. તો મનસુખ માંડવિયા પોતાના નિવાસસ્થાનેથી નિકળી સાઇકલ થકી ગુજરાત વિધાનસભા ખાતે પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. તો બીજી બાજુ કૉંગ્રેસ પાર્ટી દ્વારા રાજ્યસભાની ચૂંટણી માટે કોઇપણ ઉમેદવાર જાહેર નથી કરાયો.