બેટી બચાવોઃ છોટા ઉદેપુર જિલ્લા પંચાયત દ્વારા નન્હી પરી નામની યોજના
Live TV
-
સમાજમાં બેટી બચાવો અને દીકરીના જન્મને પ્રોત્સાહન મળે તેવા ઉમદા હેતુ સાથે છોટાઉદેપુર જિલ્લા પંચાયત દ્વારા એક નવતર પહેલ કરવામાં આવી છે.
જિલ્લા પંચાયત દ્વારા નન્હી પરી નામની એક યોજના અમલમાં મૂકવામાં આવી છે. છોટાઉદેપુરના જબૂગામ સ્થિત માતૃ બાળ સંભાળ કેન્દ્રમાં સાંસદ ગીતાબેન રાઠવાનાં હસ્તે આ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ યોજના અંતર્ગત જે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને ખાસ કીટ આપવામાં આવશે. આ કીટમાં નવજાત શિશુ માટે ઉપયોગી હોય તેવી તમામ ચીજ વસ્તુઓ જેવી કે, મેટ્રેસ, નાનું ઓશીકું, ડ્રેસ, માલિશ માટે તેલ, સાબુ, પાવડર અને નાની મચ્છરદાની સહિતની ચીજ વસ્તુઓનો સમાવેશ થાય છે. આ યોજનાનો ખર્ચ જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી કરવામાં આવશે. પહેલી જુલાઇ 2020 થી આ યોજના અમલી બનાવવામાં આવી છે.
