માત્ર 10 વર્ષની ઉંમરે બંને હાથ ગુમાવનાર મનોજે મોંઢાથી બનાવી પેઈન્ટિંગ મેળવી નામના
Live TV
-
સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ હોતો નથી.અને અડખ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ કહેવતોને સાર્થક કરી છે સુરતના મનોજે.
દસ વર્ષની ઉંમરે બસ અકસ્માતમાં પોતાના બન્ને હાથ જતા રહેતા તેણે હિંમત ન હારી અને સખત મહેનત કરી પેઈન્ટિંગમાં મહારથ મેળવ્યો અને રાષ્ટ્રપતિના હસ્તે સન્માન પણ મેળવ્યું. મનોજ પોતાના મોં અને પગથી પેઈન્ટિંગ તૈયાર કરે છે અને એવા પેઈન્ટિંગ બનાવે છે કે કોઈ સક્ષમ વ્યક્તિ પણ ન બનાવી શકે.
જ્યાં એક દરવાજો બંધ થાય ત્યાં કુદરત બીજો દરવાજો ખોલે જ છે. સુરતના મનોજ સાથે કાંઈક આવું જ થયું. દસ વર્ષ ઉંમરે પરિવાર સાથે એક બસ માં પ્રવાસ દરમ્યાન બસ ને અકસ્માત થતા મનોજના બન્ને હાથ છુટા પડી ગયા હતા પરંતુ મનોજ ના પરિવાર તેમજ મનોજે પરિસ્થતિ સામે હાર ન માની. આજે મનોજ હાથ વગર મોઢું તેમજ પગ થી પેઇન્ટિંગ માં આછો કલાકાર બની રાષ્ટ્રપતિ હસ્તક સ્નમસનીત પણ થયો.
નિરધાર અને સંકલ્પથી માનવીને કોઈ પણ વિપત્તિ ડગાવી શક્તિ નથી. માત્ર સમયની સાથે માનવીએ હિંમત હાર્યા વગર ડગ મંદતા રહેવું જોઈએ. બદલતા સમયને નાસીપાસ થનારા અને આત્મહત્યા કરવાનું વિચારતા માનવીઓ માટે શ્રેષ્ઠ ઉદાહરણ સુરતનો મનોજ છે.
