સરકારી શાળાના શિક્ષિકાએ ફ્રી સમયનો કર્યો ઉપયોગ, પસ્તીમાંથી બનાવી બેગ
Live TV
-
કોરોના વાયરસની મહામારી સમયે અનેક પડકારો સામે આવ્યા છે ત્યાં શાળા કોલેજમાં શિક્ષણ કાર્ય પણ બંધ રહ્યું હતું આમ જ્યારે લોકો ઘરમાં બેસી ફ્રી સમય વિતાવવા મજબૂર બન્યા હતા ત્યાં મહેસાણા જિલ્લામાં આવેલ પ્રકૃતિનું જતન કરવા કટિબદ્ધ એવી એક સરકારી અનુપમ પ્રાથમિક શાળાના શિક્ષિકા વૈશાલીબેન પંચાલે પોતાના ફ્રી સમયનો સદપયોગ કર્યો હતો.
તેમણે પોતાને મળેલા આ ફ્રી સમયનો સદુપયોગ કરતા પ્લાસ્ટિક મુક્ત ભારત અંતર્ગત પ્લાસ્ટીક બેગનો ઉપયોગ ઘટે અને જમીનના પર્યાવરણની જાળવણી થાય તેવા આશ્રયથી પોતાના ઘરે પડેલા સ્વચ્છ પસ્તી પેપરને ફોલ્ડ કરી પેપર બેગ બનાવવાનો એક નાનકડો પ્રોજેકટ શરૂ કર્યો, અને તેના વીડિયો બનાવી વિદ્યાર્થીઓને મોકલ્યા.
આ વીડિયોના આધારે વિદ્યાર્થીઓએ પણ ઘરે બેઠા પેપર બેગ બનાવવાનું કામ કર્યું, અને આ પેપર બેગને નિશુલ્ક મેડિકલ સ્ટોરમાં આપવામાં આવી. જેનાથી પ્લાસ્ટિક મુક્ત ભારત બને.
