રાજ્યમાં હવે બિન ખેડૂત વ્યક્તિ કે સંસ્થાને ઝડપથી મળશે ખેતીની જમીન
Live TV
-
કૃષિ, પશુપાલન તેમજ શૈક્ષણિક હેતુસર ખેતીની જમીન ખરીદવા નહિં લેવી પડે કલેક્ટરની મંજૂરી - રાજ્યમાં જમીન ખરીદી અંગે ગણોત કાયદાઓમાં ક્રાંતિકારી મહેસૂલી સુધારા કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી
રાજ્ય સરકારે જમીન ખરીદી અંગે ગણોત કાયદાઓમાં મહેસૂલી સુધારા અંગેનો વધુ એક નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના આ નિર્ણય મુજબ હવેથી સમગ્ર રાજ્યમાં કૃષિ યુનિવર્સિટી, પશુપાલન યુનિવર્સિટી, મેડીકલ કોલેજ, ઇજનેરી કોલેજ કે અન્ય શૈક્ષણિક હેતુસર ખેતીની જમીન ખરીદવા માટે જિલ્લા કલેકટરની પૂર્વ પરવાનગી કે મંજૂરી નહિ લેવી પડે.
આવી જમીનની ખરીદી કર્યા બાદ એક મહિનામાં જિલ્લા કલેકટરને જાણ કરી , બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ હેતુની જેમ જ જરૂરી પ્રમાણપત્રો મેળવીને , નિયત સમયમાં પ્રોજેકટ કામગીરી શરૂ કરી શકાશે. રાજ્યમાં બોનાફાઇડ ઇન્ડસ્ટ્રીયલ પરપઝ માટે જો જમીન ખરીદી હોય, પરંતુ ઔદ્યોગિક હેતુનો ઉપયોગ શકય ન હોય તેવા કિસ્સામાં GDCRની જોગવાઇઓ મુજબ ઊદ્યોગ સિવાયના અન્ય હેતુ માટે પણ જમીન વેચી શકાશે.
ભૂતકાળમાં આવી જમીન ખરીદી માટે બિન ખેડૂત સંસ્થાઓ કે વ્યક્તિઓએ જિલ્લા કલેકટર પાસે મંજૂરી મેળવવાનું આવશ્યક હોવાના પરિણામે લાંબા સમય સુધી ટાઇટલ કલીયરન્સ, ઇન્સપેકશન વગેરેમાં જતા સમય અને પ્રોજેકટ શરૂ કરવામાં થતા વિલંબની સમસ્યાનો હવે આ નવી ક્રાંતિકારી વ્યવસ્થામાં અંત આવશે.
