આજે રાજ્યમાં કોરોનાના નવા 1175 કેસ, તો 16 દર્દીઓના મોત
Live TV
-
આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1175 નવા કોરોનાના કેસ નોંધાયા છે. તો 1123 દર્દીઓ સાજા થયા છે અને તેની સાથે સાજા થવાનો દર 79.21 ટકાએ પહોંચ્યો છે.
આજે રાજ્યમાં કુલ 68,581 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં નવા કેસની સાથે કુલ કેસનો આંકડો 83,262 પર પહોંચ્યો છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,17,747 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.
રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 14454 પહોંચી છે, જેમાંથી 86 વેન્ટિલેટર પર અને 14358 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 65,953 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામા આવ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 16 દર્દીઓના મોત થયા છે, જેની સાથે કુલ મોતનો આંકડો 2855 પર પહોંચ્યો છે.
આજે 24 કલાકમાં સુરત જિલ્લામાં 237 કેસ નવા નોંધાયા છે અને અમદાવાદ જિલ્લામાં 172 નવા કેસ નોંધાયા છે, તો વડોદરા જિલ્લામાં 118 નવા કેસ નોંધાયા છે.
