Skip to main content
Settings Settings for Dark

બોટાદના ગોરડકા ખાતે ગાય આધારિત ખેતી અંગે શિબિર: ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન

Live TV

X
  •  ગુજરાત રાજય સરકાર દ્વારા રાસાયણિક ખાતરોના સંતુલિત ખાતર વપરાશ અને ખેતર બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગોરડકા ગામ સ્થિત ખેડૂત અલ્પેશ કળથીયાના પ્રાકૃતિક ફાર્મ ખાતે ગાય આધારિત ખેતી અંગેની શિબિર યોજાઈ હતી. 

    આ શિબિરમાં બોટાદ જિલ્લાના કૃષિ, બાગાયત, આત્માના કર્મયોગીઓએ તેમજ ખાતર ઉત્પાદન કરતી અને વેચાણ કરતી વિવિધ કંપનીઓ, ખેડૂત સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સીટીના વૈજ્ઞાનિકએ ઉપસ્થિત ખેડૂતોને પોતાના ખેતરમાં ખેતી દરમિયાન રાસાયણિક ખાતરના પર્યાય રૂપે જૈવિક તથા સેન્દ્રીય ખાતરનો ઉપયોગ, ગાય આધારિત ખેતીમાં વપરાતા જીવામૃત તથા ઘન જીવામૃતના વપરાશથી થતાં ફાયદાઓ, રાસાયણિક ખાતરમાં જ ઉપલબ્ધ નેનો યુરિયા, નેનો ડીએપીના વપરાશ વધારવા, જમીનની ફળદ્રુપતા જાળવવા સહિતની બાબતો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. 

    આ માર્ગદર્શન અભિયાન દરમિયાન ખેતીકાર્યોમા ઉપયોગી એવી "કૃષિ પ્રગતિ એપ" અને આ એપના ઉપયોગ તથા ફાયદાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથોસાથ તમામ ખાતેદાર ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રેશન કરવા અંગેની જાણકરી આપી હતી. આગામી સમયમાં પી.એમ.કિસાન સન્માન નિધિના રૂ. બે હજારના ત્રણ હપ્તા ચાલુ રહે તે અર્થે નવી અમલી બનેલી સેલ્ફ -ઈકેવાયસીની બાબતે પણ સમજ આપવામાં આવી હતી. આ શિબિરમાં બોટાદ જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન સુરેશ ગોધાણી, મદદનીશ ખેતી નિયામક કે.બી.રમણા, ગ્રામસેવક અને વિસ્તરણ અધિકારી (ખેતી) ઉપસ્થિત રહ્યા હતા. તેમ બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
apply