ભાવનગરમાં પ્રધાનમંત્રીના 12 વર્ષના સફળ કાર્યકાળની ઉજવણી: વિવિધ જનકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ અને ગૌરવશાળી કાર્યકાળ નિમિત્તે ભાવનગર જિલ્લામાં તા. 8 જૂનથી 14 જૂન, 2026 દરમિયાન વિવિધ જનહિતલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉજવણીના સુચારુ આયોજન માટે કેબિનેટ કૃષિ મંત્રી જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.મંત્રીએ જણાવ્યું હતું કે, આ ઉજવણીમાં મુખ્યત્વે ત્રણ કાર્યક્રમો યોજાશે.પ્રગતિ પથ યાત્રા: સરકારની સિદ્ધિઓ જન-જન સુધી પહોંચાડવા માટે.જન કલ્યાણ શિબિર: જરૂરિયાતમંદ પરિવારોને સરકારી યોજનાઓનો લાભ અને સેવાસેતુ દ્વારા પ્રમાણપત્રોનું સ્થળ પર વિતરણ કરવા માટે.વિકસિત ભારત સંકલ્પ સંમેલન: પ્રબુદ્ધ નાગરિકો સાથે રાષ્ટ્રના વિકાસ અંગે સંવાદ કરવા માટે.
આ ઉપરાંત, સમગ્ર જિલ્લામાં વૃક્ષારોપણ અભિયાન, સ્વચ્છતા ઝુંબેશ અને ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી અંગેની વિશેષ કાર્યશાળાઓ પણ યોજાશે. મંત્રીશ્રીએ તમામ વિભાગોને પરસ્પર સંકલન સાધી આ કાર્યક્રમોને લોકભાગીદારીથી સફળ બનાવવા સૂચના આપી હતી.આ બેઠકમાં મેયર ઉષાબેન તલરેજા, જિલ્લા પંચાયત પ્રમુખ અશોક લાધવા, ધારાસભ્ય સેજલબેન પંડયા, મ્યુનિસિપલ કમિશનર ડૉ. નરેન્દ્રકુમાર મીના, જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલ સહિતના પદાધિકારીઓ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
