બોટાદ નગરપાલિકા ટાઉનહોલમાં વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ બોટાદ કાર્યક્રમ યોજાયો
Live TV
-
મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ ભારતીબેન શિયાળ, ધારાસભ્ય ,કલેકટર સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં.
બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોટાદ નગરપાલિકા ટાઉનહોલમાં 'વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ બોટાદ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંત્રી ભાનું બાબરીયા, સાંસદ ભારતી શિયાળ, ધારાસભ્ય કાળુભાઇ ડાભી, જિલ્લા પંચાયત પ્રમુખ જેઠી પરમાર, કલેકટર, એસપી, ડી.ડી.ઓ સહિતના હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ તમામ મહેમાનોએ દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરી હતી. તેમજ ત્યારબાદ કલેકટર, ડી.ડી.ઓના હસ્તે એમ.ઓ.યુ.કરવામાં આવ્યા હતા. જેમાં કુલ 306.42 કરોડના એમ.ઓ.યુ કરવામાં આવ્યા હતા જેના લીધે આગામી દિવસોમાં 1213 લોકોને રોજગારી મળશે.
તેમજ મંત્રી અને અધિકારીઓએ વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ બોટાદ મહોત્સવના પ્રદર્શનમાં વિવિધ સરકારી કચેરીઓ, ઔદ્યોગિક એકમો તથા હસ્તકલા-આર્ટીઝનના કુલ 41 સ્ટોલ્સ રાખવામાં આવ્યા હતા. જેમાં જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓના 7, વિવિધ બેંકોના 3, વિવિધ ઔદ્યોગિક એકમોના 5 અને હસ્તકલા અને આર્ટીઝનના 26 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા જેને નિહાવળા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતાં.
