Skip to main content
Settings Settings for Dark

ભરુચના દહેજની GFL કંપનીમાં ગેસ લીકેજ થતાં ચાર કામદારના મોત

Live TV

X
  • ભરૂચથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યાં છે. ભરુચના દહેજ વિસ્તારમાં આવેલી GFL કંપનીમાં ગેસ લીકેજ થતાં ચાર કામદાર મૃત્યુ પામી જતાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાની જાણકારી મળતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

    ભરૂચના દહેજમાં આવેલ જીએફએલ કંપનીમાં ગેસ ગળતરને કારણે ચાર કામદારોના મોત થયા છે. જીએફએલ કંપનીના સીએમએસ પ્લાન્ટમાં આ દુર્ઘટના બની હતી. ગેસલાઈનનો વાલ્વ લીકેજ થતા કામ કરતા કામદારોને તેની અસર થવા લાગી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને લઈને અસરગ્રસ્ત કામદારોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. જ્યા આ  કામદારોના મોત થયા હતા. દહેજ પોલીસે મૃતકોનો કબજો મેળવી, આગળની કાનુન કાર્યવાહી હાથ ધરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-02-2025 Max Temp : °C Min Temp : °C
apply