ભરૂચ અને છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારમાં EVM રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરાઈ
Live TV
-
નર્મદા જિલ્લાનાં 2 વિધાનસભા વિભાગો દેડિયાપાડા અને નાંદોદમાં કોમ્પ્યુરાઈઝ્ડ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું હતું.
ભરૂચ અને છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં આવતા નર્મદા જિલ્લાનાં 2 વિધાનસભા વિભાગો દેડિયાપાડા અને નાંદોદ માટે આગામી તારીખ 7 મેના રોજ યોજનારી ચૂંટણી પૂર્વે નર્મદા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કલેક્ટર કચેરીમાં કોમ્પ્યુરાઈઝ્ડ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું હતું.
માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં કલેક્ટર શ્વેતા તેવતિયા દ્વારા રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. હવે બન્ને પ્રાંતમાં EVMની ફાળવણી શરૂ કરવામાં આવી છે. રેન્ડમાઈઝ્ડ EVM તમામ વિધાનસભા મતવિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીઓને સોંપવામાં આવશે. બન્ને વિધાનસભા બેઠકોના 616 બુથો માટે ફાળવણી કરવામાં આવી હતી.
ફર્સ્ટ રેન્ડમાઈઝેશન બાદ રેન્ડમાઈઝ્ડ EVMની યાદી માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને પૂરી પાડવામાં આવશે. આ પ્રસંગે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સહિત મદદનીશ ચૂંટણી અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.