Skip to main content
Settings Settings for Dark

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં મતદાન જાગૃતિ અંગે દોડનું આયોજન કરાયું

Live TV

X
  • મતદાર જાગૃતી દોડને જિલ્લા શિક્ષણ અઘિકારી અને પ્રાંત અધિકારીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી.

    લોકશાહીના પર્વમાં ભારતના નાગરીકો ઉત્સાહભેર જોડાય તે માટે દેશભરમાં મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવે છે. લોકશાહીના આ અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બને તે માટે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લા શિક્ષણ અઘિકારી સ્વાતિ રાઓલ તેમજ પ્રાંત અધિકારી કાજલ ઝઘડિયાએ નેત્રંગ ખાતે મતદાર જાગૃતી દોડને લીલી ઝંડી આપી કોલેજ પરિસરમાંથી પ્રસ્થાન કરાવી હતી.

    લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર તુષાર સુમેરા અને જિલ્લા શિક્ષણ અઘિકારી સ્વાતિ રાઓલના માર્ગદર્શન હેઠળ નેત્રંગ ખાતે મનમોહનસિંહ યાદવ તેમજ યોગેન્દ્રસિંહ સિમોદરીયા દ્વારા છેલ્લાં કેટલાંક દિવસોથી વિવિધ મતદાન જાગૃતી અભિયાન જેવા કે મતદારોને પ્રતિજ્ઞા, સહી ઝુંબેશ, હું તો વોટ કરીશ કારણ કે દરેક વોટ જરૂરી છે તેમજ પહેલા મતદાન પછી જલપાનના સૂત્ર સાથે વોટ સેલ્ફી ઝોન, ક્વિઝ કોમ્પિટિશન યોજવામાં આવી હતી.

    નેત્રંગ કૉલેજથી નીકળેલી મતદાર જાગૃતી દોડમાં હાથમાં રાષ્ટ્રધ્વજ, મતદાન જાગૃતીનાં બેનરો તેમજ સૂત્રોચાર સાથે 125થી વધુ યુવાનો અને યુવતીઓ ઉત્સાહ ભેર ભાગ લઈ નેત્રંગ ટાઉનના નેત્રંગ કોલેજથી જીનબજાર, રેલવે સ્ટેશન વિસ્તાર, ગાંધી બજાર, જલારામ ફળિયું, જવાહર બજાર, નેત્રંગ ચાર રસ્તા, લાલ મંટોડી, નેત્રંગ પોલીસ સ્ટેશનથી પરત નેત્રંગ કોલેજ આવી સમાપન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર 6 કિલોમીટરની દોડ થકી મતદાર જાગૃતી અંગે નેત્રંગ નગરના 4000 જેટલા નાગરિકોએ દોડ નિહાળી હતી. યુવાનો દ્વારા વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી.

    આ પ્રસંગે નેત્રંગ સરકારી કોલેજના આચાર્ય ડૉ.જી.આર.પરમાર, નેત્રંગ મામલતદાર રીતેશ કોંકણી, PSI આર.આર.ગોહિલ, ડૉ.દિવ્યેશ પરમાર તેમજ કોલેજ સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
apply