પાટણના હારીજ તાલુકાના શિક્ષકોએ બાઈક રેલી યોજી મતદાન અંગે જાગૃત કરાયા
Live TV
-
હારીજ શહેરની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો દ્વારા બાઇક રેલી યોજીને નગરજનોને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
પાટણ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની તૈયારીઓનો માહોલ ચારેબાજુ જોવા મળી રહ્યો છે. 7 મેના રોજ મતદાન થવાનું છે તેથી ક્યાંક પોસ્ટર્સ, બેનર્સ દ્વારા તો ક્યાંક ભવાઈ, ચિત્રો, રંગોળી, મહેંદી, શેરી નાટક એમ વિવિધ પ્રવૃતિઓ દ્વારા મતદાન કરવા માટે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે હારીજ શહેરની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો દ્વારા બાઇક રેલી યોજીને નગરજનોને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતુ. તેમજ તેઓને મતદાન કરવા માટે પ્રેરીત કરવામાં આવ્યા હતા.
જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયના માર્ગદર્શન હેઠળ જિલ્લા નોડલ સ્વીપ અધિકારીની અધ્યક્ષતામાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સ્વીપ પ્રવૃતિઓ અંતર્ગત અલગ-અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.
હારીજ શહેરની તમામ શાળામાં આયોજીત કાર્યક્રમોમાં મતદાન જાગૃતિ અંગેના ગીતો વગાડી બેનર્સ અને પોસ્ટર્સ દ્વારા તમામ પ્રજાજનોને આગામી ચૂંટણીમાં જરૂરથી મતદાન કરવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. આ બાઈક રેલી કે.પી.હાઈસ્કૂલથી વાણિયા ચાલી થઈ એક્સીસ બેંક, મેઈન બજારથી હાઈવે ચાર રસ્તા થઈ અંતમાં તાલુકા પંચાયત કચેરી હારીજ ખાતે પૂર્ણ થઈ હતી.