Skip to main content
Settings Settings for Dark

ભરૂચ જિલ્લાના 3 તાલુકાના 67 ગામોમાં મનરેગામાં રૂ. 7.49 કરોડનું કૌભાંડ ઝડપાયું

Live TV

X
  • આમોદ, જંબુસર અને હાંસોટના 67 ગામોમાં મનરેગાના રૂ. 7.49 કરોડના કામનું કૌભાંડ ઝડપાયું

    ભરૂચ જિલ્લાના 3 તાલુકાના 67 ગામોમાં મનરેગામાં રૂ. 7.49 કરોડનું કૌભાંડ આચરાયા હોવાનું બહાર આવ્યું છે. મટિરિયલ્સ મુજબ અને માનવશ્રમના ઉપયોગ વિના યાંત્રિક, ગુણવત્તા વિનાનું કામ આચરાયું હોવાનો ફણગો ફૂટ્યો છે.

    ભરૂચ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને જિલ્લા વિકાસ અધિકારીને ત્રણ તાલુકાના માર્ગ અને મકાન વિભાગની ટીમોએ તપાસ કરી રિપોર્ટ આપ્યો હતો. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને જિલ્લા વિકાસ અધિકારીના ધ્યાને જિલ્લાના આમોદ, જંબુસર અને હાંસોટના 67 ગામોમાં મનરેગા હેઠળ રોડ રસ્તાનો કોન્ટ્રાક્ટ વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ તેમજ મુરલીધર એન્ટરપ્રાઇઝ એજન્સીઓને મળ્યો હતો.

    બન્ને કૌભાંડી એજન્સીના સંચાલકો પિયુષ નુકાણી અને જોધા સભાડ દ્વારા કામોમાં માનવ શ્રમનો ઉપયોગ કરાયો ન હતો. એટલે બેરોજગારોની રોજગારી છીનવી લેવાઈ હતી. સાથે તપાસમાં 3 તાલુકાના 67 ગામોના 430 કામોમાં આ બન્ને કોન્ટ્રાકટ એજન્સીઓએ સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, કોન્ટ્રાક્ટ કર્મીઓ કે અન્ય કૌભાંડના ભાગીદારોના મેલાપીપણામાં લેબર મટિરિયલ્સનો રેશિયો જળવાયો ન હતો. બન્ને એજન્સીના બિલ ઓનલાઇન જ પાસ કરી દેવામાં આવ્યા હતા. ઓફલાઇન બિલ પણ રજૂ કરવામાં આવ્યા ન હતા. જે તમામ બાબતોને ધ્યાને લઇ DDOની સૂચનાથી મદદનીશ હિસાબી પ્રયોજના અધિકારી પ્રતીક ચૌધરીએ એ ડિવિઝન પોલીસ મથકે રૂપિયા 7.49 કરોડની મનરેગા કૌભાંડની ફરિયાદ નોંધાવી હતી. સરકારને આર્થિક નુકસાન અને કરોડો રૂપિયાની છેતરપિંડીનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2025 Max Temp : °C Min Temp : °C
apply