ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમાં ખાતે ભાજપ યુવા મોરચાના હોદેદારો સાથે બેઠક યોજાઇ
Live TV
-
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમાં ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષ સ્થાને અને ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્રસિંહ યાદવના અધ્યક્ષ સ્થાને ભાજપ યુવા મોરચાના હોદેદારો સાથે બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણીને લઈ મંથન કરવામાં આવ્યું હતું. બેઠકમાં પ્રદેશ મહામંત્રી ,કે. સી. પટેલ ભરતસિંહ પરમાર તેમજ યુવા મોરચાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ખેડૂત હિત મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. તેમજ કોંગ્રેસના રાજીવ સાતવની મુલાકાત અને આરોપના જવાબ આપતા પ્રવકતા ભરત પંડ્યાએ જણાવ્યું હતું ,કે ભાજપ ખેડૂતોની સરકાર છે. જ્યારે કોંગ્રેસ માત્ર રાજકીય બદઇરાદા સાથે કામ કરી રહી છે અને નર્મદા વિરોધી છે.