ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ રાજીવ સાતવાના નિવેદન પર કર્યા પ્રહાર
Live TV
-
પ્રભારી રાજીવ સાતવના નિવેદન અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પ્રધાનમંત્રીને લખેલા પત્ર મુદ્દે, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ, પત્રકાર પરિષદ સંબોધી. તેમણે કહ્યું હતું, કે કોંગ્રેસના એજન્ટ બની કેટલાક લોકો સમાજને ગેરમાર્ગે દોરે છે. ગુજરાતનો ખેડૂત સમૃદ્ધ છે. સુખી થયો છે. સરકાર તેઓની આવક વધારવા પ્રયત્નશીલ પણ છે. આ અગાઉ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીને ખેડૂતોના મુદ્દે 6 સપ્ટેમ્બરના રોજ મળવા માટે સમય માંગ્યો હતો.