ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા અમદાવાદ સાબરમતી આશ્રમની લીધી મુલાકાત
Live TV
-
ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા અમદાવાદ એરપોર્ટ પરથી સીધા ગાંધી આશ્રમ જવા રવાના થયા હતા. ત્યાં જે. પી. નડ્ડાએ રાષ્ટ્રપિતા ગાંધી બાપુની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી હતી અને આશ્રમની મુલાકાત લીધી હતી. આશ્રમની મુલાકાત દરમિયાન તેમણે સાબરમતી આશ્રમની અને ગાંધીજી વિશેની માહિતી આપવામાં આવી હતી. આ સાથે જ તેમણે સાબરમતી આશ્રમથી રીવરફ્રન્ટને પણ માહિતી મેળવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ, ભાજપા સી.આર. પાટીલ અને હર્ષસંઘવી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. હાલ ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડા કમલમ ખાતે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો, સાંસદો, ધારાસભ્યો સાથે બેઠક યોજી રહ્યા છે.