રાજ્યમાં યલો એલર્ટ રહેશે યથાવત,આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપનો અનુભવાશે
Live TV
-
દેશભરના વિવિધ રાજ્યોમાં આગઝરતી ગરમીનો અનુભવ લોકો કરી રહ્યાં છે. રાજ્યમાં આજે અમદાવાદ, ગાંધીનગર, સૂરત, વલસાડ, રાજકોટ, પોરબંદર, કચ્છ માં આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને હજુ પાંચ દિવસ માટે ગરમીનો પ્રકોપ ચાલુ રહેનાર હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદમાં તાપમાનમાં સામાન્ય કરતા 3 ડિગ્રીનો વધારો નોંધાયો હતો.સુરેન્દ્રનગર, ગાંધીનગર, અમરેલીમાં ગરમી 44 ડિગ્રી પાર થઇ હતી. ગાંધીનગરમાં એપ્રિલ માસમાં ગરમીનો નવો રેકોર્ડ નોંધાયો છે. સુરતમાં 42 ડિગ્રી સાથે તાપમાનમાં 5 ડિગ્રીનો વધારો નોંધાયો હતો.