ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાત પ્રવાસે, સરદાર વલ્લભભાઇ પટેલને આપી શ્રદ્ધાંજલિ
Live TV
-
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાત આવી પહોંચ્યા હતા. ગુજરાત પ્રદેશનાં અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અમદાવાદ એરપોર્ટ ઉપર ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યુ. પાર્ટી ના કાર્યકરોએ 'વંદે માતરમ' તેમજ 'ભારત માતાકી જય' ના ગગન ભેદી નારાઓથી અંતઃકરણપૂર્વક સ્વાગત કર્યું હતું. જે.પી.નડ્ડાએ અમદાવાદમાં સરદાર વલ્લભભાઇ પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા.તેમણે કહ્યું કે, "પ્રધાનમંત્રી એ ગુજરાત મૉડલ જ નહીં, પરંતુ વિકાસનું મૉડલ દેશ અને ગુજરાતમાં સ્થાપિત કર્યું છે; આપણે તેને આગળ લઇ જઇને દેશને આગળ લઇ જવાનો છે" સાથે તેઓએ અમદાવાદમાં સક્રિય કાર્યકર્તા અને ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે બે સંવાદ કરશે. જેમાં પ્રદેશ બેઠકમાં પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો,સંસદ સભ્યો ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ મહાનગરપાલિકા કોર્પોરેશનના પદાધિકારીઓ, પૂર્વ સાંસદ સભ્યો પૂવૅ ધારાસભ્ય,પ્રદેશ આગેવાનો ઉપસ્થિત રહેશે.