મોરબીઃ રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા ઉપસ્થિતિમાં અન્નપૂર્ણા કીટનું વિતરણ કરવામાં આવ્યું
Live TV
-
મોરબીમાં રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાની ઉપસ્થિતિમાં પોષણ અભિયાનથી કુપોષણ મુક્ત ગુજરાતનું નિર્માણ અંતર્ગત દાતાઓના સહયોગથી કુપોષણ બાળકોની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. માળીયા તાલુકાની સરકારી હોસ્પિટલ ખાતે આયોજિત સમાંરભમાં મંત્રી બ્રિજેશ મેરજાએ કુપોષીત બાળકોની કીટનું વિતરણ કર્યા બાદ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કુપોષણ બાબતને ગંભીરતાથી લઇ કુપોષણને નાથવા માટે કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત માળીયા તાલુકાના 40 બાળકોને સુપોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત માળીયા તાલુકાના લાભાર્થીઓને અન્નપૂર્ણા કીટનું પણ વિતરણ કરવામાં આવી રહી છે.