Skip to main content
Settings Settings for Dark

ભારતના ચૂંટણી પંચના નૅશનલ લેવલ માસ્ટર ટ્રેઈનર્સ દ્વારા રાજ્યના મદદનીશ ચૂંટણી અધિકારીઓએ પ્રથમ તબક્કામાં તાલીમ મેળવી

Live TV

X
  • આગામી સમયમાં યોજાનાર લોકસભાની સામાન્ય ચૂંટણીની પૂર્વતૈયારીઓના ભાગરૂપે ભારતના ચૂંટણી પંચ તથા મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા ગાંધીનગર અને રાજકોટ ખાતે મદદનીશ ચૂંટણી અધિકારીઓ માટે રાજ્યકક્ષાનો પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. તા.02 જાન્યુઆરીના રોજ પૂર્ણ થયેલા પ્રથમ તબક્કાના તાલીમ કાર્યક્રમમાં ભારતના ચૂંટણી પંચના નૅશનલ લેવલ માસ્ટર ટ્રેઈનર્સ દ્વારા 83 જેટલા મદદનીશ ચૂંટણી અધિકારીઓને ચૂંટણી પ્રક્રિયા સંબંધી તાલીમ આપવામાં આવી હતી.

    ભારતના ચૂંટણી પંચ દ્વારા ઘડવામાં આવેલા નિયમો, તેને અનુરૂપ અદ્યતન સૂચનાઓ અને નિયત ચૂંટણી પ્રક્રિયાઓ થકી ચૂંટણીઓનું સરળ સંચાલન સુનિશ્વિત કરવા ભારતના ચૂંટણી પંચ તથા મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા મદદનીશ ચૂંટણી અધિકારીઓ માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાંચ દિવસીય આ તાલીમ કાર્યક્રમમાં ઉમેદવારી પત્રો અને તેને સંલગ્ન બાબતો, EVM-VVPATના સંગ્રહ-પરિવહન અને જાળવણી, મતદાન મથકને લગતી બાબતો, મતદાનના દિવસની વ્યવસ્થાઓ, પોલીંગ સ્ટાફ, આદર્શ આચારસંહિતા, પોસ્ટલ બેલેટ, મતગણતરી અને પરિણામોની જાહેરાત, પેઈડ ન્યૂઝ, મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરીંગ કમિટી, આઈ. ટી. ઍપ્લિકેશન્સ તથા ખર્ચ નિરિક્ષણ સહિતની બાબતો અંગે વિસ્તૃત તાલીમ આપવામાં આવી. 

    ગાંધીનગર અને રાજકોટ ખાતે તા. 29મી જાન્યુઆરી, 2024થી તા. 02જી ફેબ્રુઆરી, 2024 સુધી યોજાયેલા આ પ્રથમ તબક્કાના તાલીમ કાર્યક્રમમાં ભારતના ચૂંટણી પંચના નૅશનલ લેવલ માસ્ટર ટ્રેઈનર્સ દ્વારા 83 જેટલા મદદનીશ ચૂંટણી અધિકારીઓને તમામ વિષયો પર વિગતવાર માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવ્યા હતા. આ તાલીમ બાદ ભારતના ચૂંટણી પંચ દ્વારા તમામ મદદનીશ ચૂંટણી અધિકારીઓના ઑનલાઈન મૂલ્યાંકન પણ કરવામાં આવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply