ગુજરાત વિધાનસભાના સભ્યો માટે બજેટ સત્રની પ્રક્રિયાને લગતા વિવિધ પાસાઓને આવરી લેતી એક દિવસીય કાર્યશાળા યોજાઈ
Live TV
-
ગુજરાત વિધાનસભા અને સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશીપ (SOUL)ના સંયુક્ત ઉપક્રમે વિધાનસભાના સભ્યો માટે અંદાજપત્રને લગતા વિવિધ પાસાઓને આવરી લેતી એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિધાનસભા ખાતે “એનેબ્લીંગ ઓથેન્ટિક લીડર્સ એડવાન્સ પબ્લિક ગુડ” વિષય પર આયોજિત આ કાર્યશાળાનો વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે શુભારંભ કરાવ્યો હતો.
આ કાર્યશાળા દરમિયાન મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર અને SOUL સંસ્થાના ઉપપ્રમુખ હસમુખ અઢિયા સહિતના વક્તાઓ દ્વારા વિધાનસભાની મહત્વની કામગીરી, બજેટ સત્રની પ્રક્રિયા, બજેટ સત્ર સમયે પ્રસિદ્ધ થતા વિવિધ પ્રકાશનો, રાજ્ય સરકારના જાહેર હિસાબો સહિતના વિવિધ વિષયો પર ધારાસભ્યોને માહિતગાર કર્યા હતા.
