Skip to main content
Settings Settings for Dark

ભારતની એકાવનમી શક્તિપીઠ: ગુજરાતનું અંબાજી મંદિર સોનાથી ઝગમગી ઉઠ્યું

Live TV

X
  • ભારતની એકાવન શક્તિપીઠ પૈકી મહત્વનું ગણાતું ગુજરાતનું અંબાજી મંદિર હવે સોનાથી ઝગમગી ઉઠ્યું છે.. અંબાજી મંદિર ઉપર સૌ પ્રથમ  358 કળશ અને  9 આંબલસારાને સોનાથી મઢવામાં આવ્યા છે. અને સાથે જ મંદિરના એકસઠ ફૂટ લાંબા મુખ્ય શિખરને સોનાથી મઢવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. વર્ષ 2009-10માં  મંદિરના મુખ્ય શિખરને સોનાથી મઢવાની શરૂઆત કરવામાં આવી  હતી. જેના માટે  દેશ વિદેશના માઇભક્તોએ અંબાજી મંદિર ને 156.822  કિલો સોનું દાનમાં આપ્યું હતું.  મંદિરને સોનાજડતિ કરવાનું ઘણુખરું કાર્ય પૂર્ણ થતા બનાસકાંઠાના રહેવાસીઓ તેમજ આસ્થાળુઓમાં હર્ષ વ્યાપી ગયો છે.  આ શિખરને આગામી પચાસ વર્ષ સુધી બદલાતા વાતાવરણની અસર ન થાય તે રીતે સોનાથી મઢવામાં આવ્યું છે. આગામી સમયમાં અંબાજી મંદિરના આગળના ભાગે આવેલા વધુ પાંચ શિખરોને સોનાથી મઢવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
apply