ભારતની પ્રથમ દિવ્યાંગ વાહન રેલીનું આયોજન
Live TV
-
ભારતની પ્રથમ દિવ્યાંગ વાહન રેલીને આજે અમદાવાદમાં અંધજન મંડળ ખાતેથી સુગમ્ય ભારતના સંદેશ સાથે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
ભારતની પ્રથમ દિવ્યાંગ વાહન રેલીને આજે અમદાવાદમાં અંધજન મંડળ ખાતેથી સુગમ્ય ભારતના સંદેશ સાથે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. સાંઈકા મોબીલીટી ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવેલી આ વાહન રેલીમાં 70 દિવ્યાંગ બાઈક રાઈડર ભાગ લઈ રહ્યા છે. તેઓ અમદાવાદથી નિકળી 145 કિલોમીટર દૂર મહિસાગર જિલ્લાના બકોર ગામે પહોંચશે તેઓ આ ઐતિહાસિક સ્થળ પર જઈ સ્વચ્છતાનો સંદેશ આપશે. સમગ્ર રૂટ દરમ્યાન સુગમ્ય ભારતના અભિયાનને વેગ મળે અને દિવ્યાંગજન સ્વાવલંબનથી સમાજમાં કદમથી કદમ મિલાવી શકે અને તેમની રોજીંદી જીંદગીમાંથી બહાર આવી કુદરતના ખોળે આનંદ માણી શકે તેવા હેતુ સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
