Skip to main content
Settings Settings for Dark

ગીર અભ્યારણમાં આવેલ દલખાણીયા રેન્જમાં વન વિભાગ સક્રિય બન્યું

Live TV

X
  • રાજ્યમાં ગીર અભ્યારણમાં આવેલ દલખાણીયા રેન્જમાં 9 અને જશાઘાર રેન્જમાં 2 એમ કુલ 11 સિંહોના મોત નિપજતા વન વિભાગ સક્રિય બન્યું હતુ.

    રાજ્યમાં ગીર અભ્યારણમાં આવેલ દલખાણીયા રેન્જમાં 9 અને જશાઘાર રેન્જમાં 2 એમ કુલ 11 સિંહોના મોત નિપજતા વન વિભાગ સક્રિય બન્યું હતુ. જેમાં વન વિભાગના મુખ્ય વન સંરક્ષક અધિકારી જી.કે. સિંહાએ કોઇ વાયરસ દ્વારા આ મૃત્યુ થયા હોવાની શક્યતાને નકારી હતી. તેમણે સિંહોની વિસ્તાર માટેની આંતરિક લડાઇ એટલે કે ઇનફાઇટને કારણે 3 સિંહોના મૃત્યુ થયા હોવાનુ પ્રાથમિક તારણ આપ્યુ છે. જ્યારે આ ઘટનામાં બે સિંહોના પોસ્ટ મોર્ટમ રીપોર્ટ આવવાના બાકી છે. બે સિંહોના શ્વસનતંત્ર અને લીવરની ખરાબીના કારણે મૃત્યુ થયા છે. જ્યારે એક સિંહનું શ્વસનતંત્રની બિમારીના કારણે મૃત્યુ થયું હતું. જ્યારે ત્રણ સિંહના મૃત્યુના કારણ જાણી શકાયા નથી. આમ વર્ષ 2017-2018માં કુદરતી રીતે 51 અને અકુદરતી રીતે 18 મળીને કુલ 69 સિંહોના મોત નિપજ્યા હોવાનુ વનવિભાગ દ્વારા જણાવામાં આવ્યુ હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply