Skip to main content
Settings Settings for Dark

ગીર સોમનાથ રેન્જ વિસ્તારમાં વેરાવળ સુત્રાપાડા સહિતના 98 ગામોમાં એનીમલ સેન્ટર તૈયાર કરાશે

Live TV

X
  • વનવિભાગ દ્વારા વેરાવળના સીમાર ગામે વન્ય પ્રાણીની માવજત માટે સુવિધા યુક્ત એનીમલ સેન્ટર તૈયાર કરવાની યોજના હાથ ધરવામાં આવી છે. ગીર સોમનાથ રેન્જ વિસ્તારમાં વેરાવળ સુત્રાપાડા સહિતના 98 ગામોનો સમાવેશ થાય છે.

    વનવિભાગ દ્વારા વેરાવળના સીમાર ગામે વન્ય પ્રાણીની માવજત માટે સુવિધા યુક્ત એનીમલ સેન્ટર તૈયાર કરવાની યોજના હાથ ધરવામાં આવી છે. ગીર સોમનાથ રેન્જ વિસ્તારમાં વેરાવળ સુત્રાપાડા સહિતના 98 ગામોનો સમાવેશ થાય છે. 1200 એકર વિસ્તારમાં જંગલ પથરાયેલ છે. આ વર્ષે આ પંથકમાં સારો વરસાદ થતાં ઘાસ અને જંતુના કારણે સિંહો ખુલ્લા વાતાવરણની શોધમાં ગામડા સુધી પહોંચી જાય છે અને પશુધનનું મારણ કરે છે. સિંહ દીપડા વગેરે જંગલી પ્રાણીના ભયના કારણે ગ્રામજનોને સમી સાંજે ઘરના દરવાજા મજબૂત બંધ રાખવા પડે છે. તાજેતરના વાતાવરણના પગલે વન્ય પ્રાણીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ હિંસક પશુઓ કાંઠા વિસ્તારના ગામડામાં ઘુસી જાય છે જેના પગલે ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ગભરાટ ફેલાયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply