Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી વિજય રૂપાણી ભરૂચના વાગરાના સાયખા ખાતે પેપર મિલનું ભૂમિપૂજન કર્યું

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણી ગઈકાલે ભરૂચ જિલ્લાની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે ભરૂચના વાગરાના સાયખા ખાતે નિર્માણ પામનારી ઇમામી પેપર મિલનું ભૂમિપૂજન કર્યું હતું

    મુખ્યમંત્રી વિજય રૂપાણી ગઈકાલે ભરૂચ જિલ્લાની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે ભરૂચના વાગરાના સાયખા ખાતે નિર્માણ પામનારી ઇમામી પેપર મિલનું ભૂમિપૂજન કર્યું હતું અને જણાવ્યું હતું કે કેન્દ્રમાં મોદી સરકારના નેતૃત્વથી ભારત સતત પ્રગતિ કરી રહ્યું છે. રાહુલ ગાંધીએ પીએમ અંગે કરેલા નિવેદન બાબતે પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે કોંગ્રેસની સરકાર દરમિયાન મોટા પાયે ભ્રષ્ટાચાર થયા છે અને હાલમાં દિશાવિહિન અને હતાશ કોંગ્રેસને ખબર નથી કે તેમણે શું કરવું. આ ઉપરાંત રાજ્યમાં અછતની પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કચ્છ તથા ઉત્તર ગુજરાતના 14 તાલુકામાં ઓછો વરસાદ થતા અછતગ્રસ્ત જિલ્લાઓમાં એક ઓક્ટોબરથી કામગીરી શરૂ કરવામાં આવશે. વિજય ભાઈ રૂપાણીએ રોજગારી અંગે નિવેદન આપતા કહ્યું હતું કે ગુજરાતમાં 1000 કરોડના રોકાણથી 3000 લોકોને રોજગારી મળશે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply