ભારતીય કોસ્ટગાર્ડના ડાયરેકટર જનરલની પોરબંદરની મુલાકાત
Live TV
-
ભારતીય કોસ્ટગાર્ડના ડાયરેકટર જનરલ રાકેશ પાલ અને પીપીએમ, પેએમ અને તટરક્ષીકા પ્રમુખ દીપા પાલ કોસ્ટગાર્ડની ઉત્તર-પશ્ચિમની મુલાકાતે આવ્યા છે ત્યારે તેઓએ ગઈ કાલે પોરબંદરની મુલાકાત લીધી હતી. કોસ્ટગાર્ડ ડાયરેકટર જનરલ રાકેશ પાલ 30 ઓગષ્ટથી 4 દિવસની ગુજરાતના દરિયા કિનારાની મુલાકાતે આવ્યા છે. આજે 2 સપ્ટેમ્બરના રોજ તેઓએ પોરબંદર કોસ્ટગાર્ડ હેડ કવાર્ટર અને કોસ્ટગાર્ડ જેટીની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓએ કોસ્ટગાર્ડ મેસનું ઉદ્ઘાટન કર્યું હતું. મુલાકાત દરમિયાન રાકેશ પાલે જણાવ્યું હતું કે, ગુજરાતના 1600 કીમી ના દરિયા કિનારાની સુરક્ષા માટે કોસ્ટગાર્ડ હંમેશા ખડેપગે હોય છે અને અન્ય સુરક્ષા એજન્સીઓની સાથે તાલમેલ કરી ઓપરેશન પાર પાડવામાં આવે છે અને માછીમારી કરતી બોટો પર પણ ટ્રાન્સપોન્ડર લગાવવાની વાત પણ તેઓએ કરી હતી. આ ટ્રાન્સપોર્ડર લગાવવાથી માછીમારી કરતી બોટો પર કોસ્ટગાર્ડ નજર રાખી શકશે.