ભારતીય માછીમારનું પાક.ની જેલમાં મોત, 4મહિના બાદ મૃતદેહ ભારત મોકલાયો
Live TV
-
આ મામલે માછીમાર આગેવાનોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી મૃતકનો મૃતદેહ માદરે વતન લાવવા માંગ કરી હતી.
પાકિસ્તાનની નાપાક મરીન દ્વારા પોરબંદરની દેવશિપ નામની બોટનું બીજી ફેબ્રુઆરીના રોજ ભારતીય જળસીમામાંથી અપહરણ કરાયું હતું. જેમાં ગીર સોમનાથના કોટડા ગામના માછીમાર દેવા રામા બારૈયા સહિત અનેક માછીમારોને પણ પકડી પાકિસ્તાનની લાડી જેલમાં ધકેલી દેવાયા હતા. પરંતુ પાકિસ્તાનની જેલમાં ચાર માર્ચ 2018ના રોજ દેવાભાઈને હાર્ટ એટેક આવતા તેમનું મોત નીપજ્યું હતું.
ભારતીય માછીમારનું પાકિસ્તાનની જેલમાં મોત થયું હોવા છતાં પાકિસ્તાનની સરકારે મહિનાઓ સુધી આ વાતની જાણ ભારત સરકારને કરી નહોતી. જો કે, મૃતક દેવાભાઈની સાથે રહેલા માછીમારો અને હાલ પાકિસ્તાનની લાડી જેલમાં સજા કાપી રહેલા પ્રવીણભાઈએ કોટડા ગામે પત્ર લખતા મૃતક પરિવારને સમગ્ર ઘટનાની જાણ થઈ હતી.
આ મામલે માછીમાર આગેવાનોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી મૃતકનો મૃતદેહ માદરે વતન લાવવા માંગ કરી હતી. આખરે ચાર મહિના બાદ તેમનો મૃતદેહ માદરે વતન કોટડા ગામે આવ્યો હતો.
